BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
'પ્રાઇવેટ પાર્ટ પકડવો રેપ નહીં', અદાલતોની આવી ટિપ્પણીઓ ઉપર સુપ્રીમ કોર્ટનું કડક વલણ
દેશની સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે જાતીય ગુનાના કેસોમાં કોર્ટેની અસંવેદનશીલ ટિપ્પણીઓને કારણે પરિવાર તથા સમગ્ર સમાજની ઉપર "ભય પેદા કરનારી અસર" ઊભી થઈ શકે છે.
ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ પોલીસના કલમ 144ના જાહેરનામાને કેમ રદ કર્યું?
ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરના કલમ 144 લાગુ કરવાના જાહેરનામાને રદ કર્યું છે. લોકોને ગેરકાયદે એકઠા થતા રોકવા માટે CrPC (ક્રિમિનલ પ્રોસિજર કોડ)ની કલમ 144નો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાત હાઇકોર્ટના જણાવ્યા પ્રમાણે આ કલમનો "મનફાવે તે રીતે ઉપયોગ" થતો હોય તેવું લાગે છે જેનાથી "લોકોના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે."
પીએમ મોદીને નેતન્યાહૂએ કેમ ફોન કર્યો, શું થઈ વાતચીત? – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
કપાસ અને સમુદ્રનું પાણી શું આપણાં મોબાઇલ-લૅપટૉપની બૅટરીને ચાર્જ કરશે?
બૅટરી માટે આવશ્યક લિથિયમ અને અન્ય ખનીજોનું ખનન પર્યાવરણને વધુને વધુ નુકસાન પહોંચાડી રહ્યું છે. જોકે, આપણી આસપાસ તેની વૈકલ્પિક સામગ્રીઓ ઉપલબ્ધ છે. મોટા ભાગની બૅટરીમાં એનોડ તરીકે ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે છે, પણ પીજેપી એવી દલીલ કરે છે કે, તેમનો અભિગમ વધુ સાતત્યપૂર્ણ છે, કારણ કે તે માટે કાપડ ઉદ્યોગના નકામા કપાસનો ઉપયોગ કરીને પણ એનોડ બનાવી શકાય છે.
પાકિસ્તાનમાં આ ભારતીય ક્રિકેટર પાછળ લોકો દીવાના, ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયા
પાકિસ્તાનના જાણીતા ક્રિકેટરો બાબર આઝમ, શાહીનશાહ આફ્રિદી અને હારિસ રઉફ કરતાં પણ એક ભારતીય બૅટ્સમૅન વિશે જાણવામાં લોકોને વધારે રસ છે.
રાજકોટમાં સાત વર્ષની બાળકી પર કથિત બળાત્કાર, ફરિયાદ બાદ પોલીસે સમગ્ર ઘટના અંગે શું કહ્યું?
રાજકોટના જસદણ તાલુકામાં રાજ્યના દાહોદ જિલ્લામાંથી ખેતમજૂરી કરવા આવેલા એક દંપતીની સાત વર્ષની દીકરી પર એક પુરુષે કથિત રીતે દુષ્કર્મ આચરી તેના ગુપ્તાંગમાં સળિયો ભરાવી દીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે મધ્ય પ્રદેશના 35 વર્ષીય રામસિંહ ડડવેજર નામના વ્યક્તિની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
ઑસ્ટ્રેલિયામાં ટીનેજર્સ માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કેમ મુકાયો, જાણો ચાર કારણો
ઑસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી વયના લોકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનારો પહેલો દેશ બન્યો છે. યુરોપ અને એશિયાના બીજા દેશો પણ તેને અનુસરે તેવી શક્યતા છે. આ પ્રતિબંધ શા માટે મુકવામાં આવ્યો?
ધુરંધર : પાકિસ્તાનનું લ્યારી, જ્યાં બહારવટિયા કાદુ મકરાણીની કહાણી પૂરી થઈ, ત્યાંથી આ ફિલ્મની વાર્તા શરૂ થઈ
બલોચિસ્તાનના મકરાણમાં જન્મેલા કાદિર, કાઠિયાવાદમાં પાંગર્યા અને અહીં જ બે પાંદડે થયા. નવાબ અને અંગ્રેજો સામે વાંકુ પડતાં બંદૂક ઉપાડી બહારવટું ખેડ્યું તો મલકમાં મિથક બની ગયા. એમના નામે લોકગિતો લખાયાં અને ભજનો ગવાયાં. આ સોરઠી બહારવટિયાનો લ્યારી સાથેનો સંબંધ શો હતો?
કેદારનાથ 2013 પૂર દુર્ઘટનામાં 'મૃત' જાહેર થયેલી વ્યક્તિ આટલાં વર્ષો પછી પરિવારને 'જીવતી' કેવી રીતે મળી આવી?
વર્ષ 2013માં કેદારનાથમાં આવેલા પૂરમાં એક વ્યક્તિના પાણીમાં વહી જવા અંગેના સમાચાર આવ્યા હતા અને પછી તે વ્યક્તિને 'મૃત' જાહેર કરી દેવામાં આવી હતી. તેમના પરિવારે તેમના 'પ્રતીકાત્મક અંતિમસંસ્કાર' કર્યા અને 'શ્રાદ્ધ' પણ કર્યું હતું. પરંતુ હવે મૃત જાહેર કરાયેલી આ વ્યક્તિ મહારાષ્ટ્રમાંથી 'જીવિત' મળી આવી છે. આવું કેવી રીતે બન્યું?
શૉર્ટ વીડિયો
ભારત/વિદેશ
ભારત ખરેખર અમેરિકામાં દર વર્ષે કેટલા ચોખા મોકલે છે, ત્યાંના ખેડૂતોને શેનો ડર છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર અમેરિકામાં ચોખા ડમ્પ કરવાનો આરોપ લગાવ્યો છે. ભારત કયા દેશોમાં ચોખાની નિકાસ કરે છે અને કેટલું ઉત્પાદન કરે છે?
'હૉસ્ટેલમાં અમારી પાસે ફરજિયાત પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવાય છે' - આદિવાસી વિદ્યાર્થિનીઓના આરોપોથી ખળભળાટ
પુણે જીલ્લાની એક આદિવાસી સરકારી હૉસ્ટેલમાં રહીને કૉલેજમાં અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેઓ વૅકેશનમાંથી ઘરેથી હૉસ્ટેલ પરત ફરે ત્યારે તેમના પ્રેગ્નન્સી ટેસ્ટ કરવામાં આવે છે.
ઇન્ડિગો સંકટ : જેટ ઍરવેઝ અને કિંગફિશર જેવી ભારતની ઍરલાઇન્સ શા માટે અચાનક બંધ થઈ ગઈ?
હાલમાં ઇન્ડિગો ઍરલાઇન્સ દેશભરમાં ચર્ચામાં છે. તેણે પાઇલોટની અછતનું કારણ આગળ ધરીને ઘણી ફ્લાઇટ્સ રદ કરતા સેંકડો પ્રવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેને કારણે દેશમાં ઍરલાઇન્સની મોનોપૉલી તથા સરકારના નિયંત્રણ પર સવાલો ઉઠ્યા છે. ત્યારે જોઈએ દેશની એવી પાંચ ઍરલાઇન્સ જે અચાનક બંધ પડી ગઈ.
'હિંદુ રેટ ઑફ ગ્રોથ' શું છે, જેનો પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસદરને 'હિંદુ રેટ ઑફ ગ્રોથ' કહેવાની આદતને ગુલામ માનસિકતાનું પ્રતીક ગણાવી હતી. 'હિંદુ રેટ ઑફ ગ્રોથ' શું છે અને તેની શરૂઆત કોણે કરી અને ક્યારથી થઈ?
ઇન્ડિગોના માલિક કોણ છે, દેશની સૌથી મોટી ઍરલાઇન અત્યાર સુધી ક્યારે ક્યારે વિવાદમાં રહી?
ઇન્ડિગો ઍરલાઇન્સ અત્યારે દેશભરમાં ચર્ચામાં છે જેણે પાઇલટોની અછતનું કારણ આપીને રોજની સેંકડો ફ્લાઇટ્સ રદ કરતા હજારો પ્રવાસીઓ રઝળી પડ્યા છે. આના કારણે દેશમાં ઍરલાઇનોની મોનોપૉલી અને સરકારના નિયંત્રણ વિશે પણ સવાલો ઊઠ્યા છે. ઇન્ડિગો મોનોપોલી ધરાવતી ઍરલાઇન કેમ બની ગઈ?
'વંદે માતરમ' ગીત પર સંસદમાં વિવાદ કેમ થયો, ગીતનો અમુક ભાગ હઠાવવા 'નહેરુને પત્ર કોણે લખ્યો હતો?'
'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડા પ્રધાન મોદીએ લોકસભામાં આજથી 8 ડિસમ્બરથી તેના પર ચર્ચાની શરૂઆત કરી હતી. સંસદમાં વિવાદ કેમ થયો?
વંદે માતરમ સામે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને શો વાંધો હતો?
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની 'વંદે માતરમ' કૃતિ શું છે, તે શા માટે વિવાદમાં છે અને જવાહરલાલ નહેરુને તેની સામે શું ખરેખર વાંધો હતો?
એ હિંદુ મંદિર જેના માટે બે બૌદ્ધ રાષ્ટ્રો હિંસક લડાઈ લઈ રહ્યાં છે
થાઈલૅન્ડ અને કંબોડિયા વચ્ચે ફરી એક વખત હિંસક સંઘર્ષ શરૂ થઈ ગયો છે. થાઇલૅન્ડની રૉયલ આર્મીએ થાઇલૅન્ડ-કંબોડિયાનાં વિવાદિત સરહદી ક્ષેત્રોમાં હવાઈ હુમલા કર્યા છે.
'મોટાં સ્તનોના કારણે મને સતત દુ:ખાવો થાય છે, પરંતુ તેને નાનાં કરાવી શકતી નથી'
બીએમઆઈને શરીરના સ્વાસ્થ્ય અથવા સ્થૂળતાનો માપદંડ ગણવો કે નહીં તેના વિશે એક દાયકાથી ચર્ચા ચાલે છે. ખાસ કરીને મેલિસા જેવું શરીર ધરાવતા લોકો માટે આ પ્રશ્ન ઉઠાવવામાં આવે છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ
































































